IPL 2019: ચેન્નઈ સુપર કિંગ્સની સતત ત્રીજી જીત્, રોમાંચક મેચમાં રાજસ્થાન 8 રને હાર્યું

Sep 10 08:20 2022

                IPLની 12મી સિઝનના 12માં મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 8 રને પરાજય આપીને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. તો રાજસ્થાનનો આ સતત ત્રીજો પરાજય છે. રાજસ્થાનને અંતિમ ઓવરમાં જીતવા માટે 12 રનની જરૂર હતી.ડ્વેન બ્રાવોએ માત્ર 3 રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સ એમએસ ધોનીની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 175/5 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 167 રન બનાવી શક્યું હતું. ચેન્નઈ તરફથી ડ્વેન બ્રાવો, ઈમરાન તાહિર, દીપક ચહર અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ ઝડપી હતી. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.