દિલ્હી કેપિટલ્સ સામેના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેંટીંગ કરવા આવેલી દિલ્હીની ટીમના રિષભ પંતના 27 બોલમાં અણનમ 78 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઇપીએલ-12માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 6 વિકેટે 213 રન બનાવ્યા હતા. દિલ્હીએ અંતિમ 5 ઓવરમાં 82 રન બનાવ્યા હતા. પંતે 7 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. પરંતુ પ્રથમ મેચમાં જ મુંબઇની ટીમ 38 રનથી પરાજયી થઇ અને 19.2 ઓવરમાં જ ઓલઆઉટ થઇ હતી.
213 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઇની ટીમ પહેલાથી જ દબાણમાં રમી રહી હતી. સૌ પ્રથમ કેપ્ટન રોહિત શર્મા 14 રન અને સૂર્યકુમાર યાદવ 2 રને આઉટ થયા હતા. ડી કોક સારી શરુઆત પછી 27 રને ઇશાંત શર્માનો શિકાર બન્યો હતો. પોલાર્ડ 21 રને આઉટ થયો હતો. પોલાર્ડ અને યુવરાજ વચ્ચે 50 રનની ભાગીદારી નોંધાઈ હતી. હાર્દિક પંડ્યા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે યુવરાજ દ્વારા એકલા હાથે લડત આપીને 35 બોલમાં 53 રન કર્યા હતા. છતા 19.6 ઓવરના અંતે 176 રન બનાવી મુંબઇએ ઓલઆઇટ થઇ હતી. અને 38 રને પરાજય થયો હતો.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.