INDvAUS: કેપ્ટન વિરાટ કોહલીના ઘર આંગણે વિશ્વકપ પહેલા અંતિમ વનડે રમશે ભારત, સિરીઝ દાવ પર
ફિરોઝશાહ કોટલામાં ઓસ્ટ્રેલિયા સામે આજે પાંચમી અને અંતિમ વનડે રમાવાની છે, આ વનડે ઘણી રીતે મહત્વની માનવામાં આવી રહી છે. વર્લ્ડ કપ પહેલા આ અંતિમ વનડે મેચ હશે. આ પછી આગામી વર્લ્ડકપમાં ટીમ માટે ખેલાડીઓ દાવેદારી નોંધાવવાનો પણ આ અંતિમ ચાન્સ છે. ભારતીય ટીમે સીરિઝમાં સારી શરુઆથ કરીને મેચમાં 2-0ની લીડ મેળવી લીધી હતી પરંતુ પાછળની બે મેચોમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે રહ્યું અને સીરિઝનો સ્કોર 2-2ની બરાબરી પર આવી ગયો. આજે જીતનારી ટીમ સીરિઝ પર કબજો કરી લેશે. પણ આ માત્ર ફાઈનલ નથી, પણ ઘણી ફાઈનલમાંથી એક છે. આ કેપ્ટન વિરાટ કોહલીનું ઘરેલું મેદાન છે અને અહીં જીત મેળવીને સીરિઝ પર કબજો મેળવવા માગશે. મેચ બપોરે 1:30 વાગ્યે શરુ થશે.
આ સીરિઝમાં અત્યાર સુધીમાં બન્ને ટીમોનું સારું પ્રદર્શન જોવા મળ્યું છે. ભારતે હૈદરાબાદ અનેનાગપુરમાં કંગારુઓને પરાસ્ત કર્યા અને આ પછી રાંચી અને મોહાલીમાં ઓસ્ટ્રેલિયાએ જબરજસ્ત કમબેક કર્યું. ભારતીય ટીમ 2019ના વર્લ્ડ કપ સુધી પોતાનો રેકોર્ડ બેડાઘ રાખવા માગશે. ઘરેલુ મેદાન પર ભારતની આ સતત 7મી સીરિઝ જીત બની શકે છે.
વર્ષ 2015-16માં ભારતીય ટીમની સાઉથ આફ્રીકા સામે હાર થઈ હતી. આજે ઓસ્ટ્રેલિયા સીરિઝ ગુમાવશે તો તેના ICC રેંકિંગમાં નુકસાન થશે, પણ લાગતું નથી ટીમ આના વિશે વધારે વિચારી રહી છે. જોકે, 0-2થી પાછળ રહ્યા બાદ ટીમ 3-2થી જીત માટેનો આત્મવિશ્વાસ જરુર વધારશે અને વર્લ્ડ કપમાં થનારી મજબૂત દાવેદારી તરીકે રજૂ કરશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.