થર્ડ અમ્પાયરની ભૂલના કારણે હાર્યું ભારત? વિરાટ કોહલી ખરાબ અમ્પાયરિંગના કારણે નારાજ જોવા મળ્યો,ગુસ્સેથી લાલચોળ થયેલા કોહલીએ કહી દીધું

Sep 10 08:23 2022

      ટીમ ઈન્ડિયા અને મહેમાન ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે મોહાલીમાં રમાયેલી ચોથી વન-ડે મેચમાં એકવાર ફરી DRS પર અમ્પાયરના નિર્ણયની રીત વિવાદમાં આવી ગઈ છે. મેચ દરમિયાન બે વખત કંઈક એવું બન્યું કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ખરાબ અમ્પાયરિંગના કારણે નારાજ જોવા મળ્યો. એક અવસર તો એવી હતો કે બધુ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, છતાં પણ નિર્ણય ભારતના પક્ષમાં ન અપાયો. જ્યારે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો તો ગુસ્સામાં લાલ થયેલા વિરાટ કોહલીએ ડીઆરએસ વિવાદ પર પોતાનું નિવેદન આપી દીધું. પાછલી મેચમાં પણ હોકઆઈ ટેકનિક વિવાદમાં રહી હતી. રવિવારે પણ પણ મેચમાં કંઈક આવું જ બન્યું.

      મામલો ઓસ્ટ્રેલિયન ઈનિંગની 44મી ઓવરનો છે જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડી એશ્ટન ટર્નર કુલ 41 રન બનાવી રમી રહ્યો હતો. આ ઓવરના ચોથા બોલ પર યજુર્વેન્દ્ર ચહલનો બોલ તે ચૂકી ગયો. તેણે શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ રિષભ પંતના હાથમાં જતો રહ્યો. રિષભે સ્ટમ્પિંગ કરવા સાથે અપિલ પણ કરી. બોલરથી લઈને અન્ય કોઈ ખેલાડીઓને પણ અંદાજ નહોતો કે પંત કઈ વાતની અપિલ કરી રહ્યો છે. પછી પંતે કોહલી તરફ ઈશારો કર્યો કે તે સ્ટમ્પિંગ નહીં કેચની વાત કરી રહ્યો છે. વિરાટે પોતાના વિકેટકિપર પર વિશ્વાસ દર્શાવી ડીઆરએસ લેવાનો નિર્ણય કર્યો. અમ્પાયર નિર્ણય થર્ડ અમ્પાયરને સોંપી દીધો.

      આ બાદ ટીવી રીપ્લેમાં દેખાડવામાં આવ્યું તો એવું લાગ્યું કે બોલ બેટના નીચેના ભાગને સ્પર્શીને ગયો છે. કંઈ સ્પષ્ટ નહોતું થઈ રહ્યું. ત્યારે સ્નિકોમીટરની મદદ લેવામાં આવી જેમાં નાનો અવાજ આવવાની જાણ થઈ. થર્ડ અમ્પાયરે સ્નિકોમીટર સાથે રીપ્લે જોવાનું શરૂ કર્યું, મેદાન પર પણ બધા લોકો સ્ક્રીન પર આ રીપ્લે જોઈ રહ્યા હતા. સ્નિકોમીટરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બોલ જ્યારે બેટ પાસેથી પસાર થય છે ત્યારે અવાજ આવે છે એટલે કે રિષભ પંતનો નિર્ણય સાચો હતો. સામાન્ય રીતે આવી સ્થિતિમાં કેચ આઉટ આપવામાં આવે છે. જોકે થર્ડ અમ્પાયરના નિર્ણય સૌ કોઈને ચોંકાવી દીધા કારણ કે બેટ્સમેનને નોટ આઉટ જાહેર કરાયો. અમ્પાયરે બેટ નજીકથી બોલ પસાર થવાને પહેલાના અવાજ સાથે જોડીને જોયું અને બેટ્સમેનના પક્ષમાં નિર્ણય આપ્યો. આ નિર્ણય ભારત માટે ભારે પડ્યો અને છેલ્લે ટર્નરે 81 રનની ઈનિંગ રમી ઓસ્ટ્રેલિયાને જીત અપાવી દીધી.

      આ પહેલીવાર નથી બન્યું, પહેલા પણ ડીઆરએસના એક નિર્ણય પર વિરાટ ચોંકી ઉઠ્યો હતો. ટર્નરને આઉટ ન આપવા પર વિરાટ ખૂબ જ ગુસ્સામાં હતો અને તે પોતાનો ગુસ્સો રોકી શક્યો નહોતો. મેદાન પર તે કહી રહ્યો હતો, ‘આ બધુ શું થઈ રહ્યું છે.’ મેચ બાદ જ્યારે તે નિવેદન આપવા આવ્યો તો અહીં પણ તે બોલ્યો. વિરાટે કહ્યું, ડીઆરએસ પર નિર્ણય હેરાન કરનારો છે, તેમાં થોડી પણ નિરંતરતા નથી. હવે આ બધી મેચોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અમે ઓસ્ટ્રેલિયા સામે બે હેરાન કરનારી મેચો રમી. તેનાથી નિશ્ચિત રીતે દુખ થાય છે.’ વિરાટે આ ઉપરાંત મેદાન પરના ઝાકળ વિશે પણ કહ્યું. તે બોલ્યો, પાછલી મેચમાં અમને કહેવાયું હતું કે મેદાન પર ઝાકળ હશે. તેમની ટીમ ખૂબ જ સારું રમી, આ સ્વીકારવું પડશષે. તેમને યોગ્ય જગ્યાએ હીટ કર્યું અને પોતાની રણનીતિને સારી રીતે અમલમાં મૂકી.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.