મંદિર અને તેમાં સ્થાપિત ભગવાનની મૂર્તિ આપણી આસ્થાનું પ્રતીક છે. મંદિરનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે અને તે આપણી અંદર શ્રદ્ધાનો સંચાર કરે છે. કોઈપણ મંદિરને જોતા જ આપણે ત્યાં માથુ નમાવીએ છીએ. મોટાભાગે આપણે મંદિરમાં ભગવાનના દર્શન અને માનતા માગવા જઈએ છીએ પરંતુ મંદિર જવાથી ઘણા અન્ય લાભ પણ થાય છે જેના વિશે તમે જાણતા નહીં હોવ. અહીં વાંચો મંદિર જવાથી થતા ચમત્કારીક લાભ વિશે…
મંદિરમાં જઈને મનને શાંતિ મળે છે. અહીં જવાથી આપણી અંદર એક નવી શક્તિનો સંચાર થાય છે. આપણું મન-મગજ સ્ટ્રેસ ફ્રી થઈ જાય છે અને શરીર ઉત્સાહથી ભરાઈ જાય છે. મંત્રોના નાદ. ઘંટ, શંખના અવાજ ક્યારેય ઘોંઘાટ લાગતા નથી અને તેને વાંરવાર સાંભળવાની ઈચ્છા થાય છે. આ બધાની પાછળ વૈજ્ઞાનિક કારણો છે જે ખૂબ જ રસપ્રદ છે.
મંદિરોનું નિર્માણ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે. તેનું વાસ્તુશિલ્પ એવું બનાવવામાં આવે છે જેનાથી ત્યાં શાંતિ અને દિવ્યતા રહે. મંદિરની છત નીચે મૂર્તિની સ્થાપના થાય છે. ધ્વનિ સિદ્ધાંતને ધ્યાનમાં મંદિરની છત બનાવવામાં આવે છે જેને ગુંબજ કહેવામાં આવે છે. ગુંબજના બરાબર મધ્યમાં નીચે મૂર્તિની સ્થાપના થાય છે. ગુંબજને કારણે મંદિરમાં કરવામાં આવતા મંત્રોચ્ચારણના અવાજમાં અને અન્ય અવાજ ગૂંજે છે અને ત્યાં હાજર વ્યક્તિને પ્રભાવિત કરે છે.
મંદિરમાં સતત ભજવાનની પૂજા અને મંત્રોનું ઉચ્ચારણ થતું રહે છે, જેની અસર હંમેશાં ત્યાના વાતાવરણમાં રહે છે. શાસ્ત્રો અનુસાર મંત્રોના ઉચ્ચારણ માત્રથી મન અને વાતાવરણ શુદ્ધ થઈ જાય છે, પવિત્રતા, ઉર્જા વધે છે અને નકારાત્મક શક્તિઓનો સફાયો થાય છે. મંદિરને એક વૈજ્ઞાનિક શાળાના રૂપમાં વિકસીત કરવા પાછળ આપણા પૂર્વજ-ઋષિ મુનિઓનું આ જ લક્ષ્ય હતું કે, સવારે આપણે મંદિર જઈએ અને ત્યાંથી ઉર્જા મેળવીએ, જેથી આપણે આપણા કામમાં સફળ થઈએ.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.