નોકરી કે વ્યવસાય કરતી મહિલાઓ માટે ગ્રુમીંગ કેમ છે મહત્વનું : Tips

Sep 12 02:45 2022

સેલિબ્રીટીઝના પ્રભાવ, સામાજીક અસર અને વ્યવસાયિક જરૂરિયાત ઉપરાંત ગ્રાહકો માટે વિવિધ પ્રોડકટસની ઉપલબ્ધિના કારણે વ્યક્તિગત દેખાવને નિખારવા અંગે જાગૃતિ કૂદકે અને ભૂસકે વધતી જાય છે. હાર્વર્ડ  મેડિકલ સ્કૂલ અને મેસ્ચ્યુએટસ જનરલ હૉસ્પિટલે હાથ ધરેલા એક અભ્યાસ મુજબ લોકો માત્ર દેખાવના આધારે જ સેકંડના ચોથા ભાગમાં વ્યક્તિની ક્ષમતા અને વિશ્વાસપાત્રતા અંગે અભિપ્રાય નક્કી કરે છે. માતા, પત્ની, અને પ્રોફેશનલ સહિતની અનેક ભૂમિકાઓ વચ્ચે અથડાતી કામકાજી મહિલાઓ હંમેશાં પોતાના દેખાવને અસરકારક બનાવવા માટે આસાન ઉપાયની શોધમાં હોય છે.

ગ્રુમીંગનો અર્થ મુખ્યત્વે દેખાવમાં મહત્તમ સુધારો કરવો એવો થાય છે, પણ જ્યારે તેને એડવાન્સ્ડ હેર સ્ટુડિયોના વ્યક્તિલક્ષી માર્ગદર્શન સાથે જોડવામાં આવે છે ત્યારે નિયમિત જાળવણીની પ્રક્રિયાની દોડધામ ઘટે છે. અહીં એડવાન્સ્ડ હેર સ્ટુડિયોએ દરેક વ્યવસ્થામાં પરફેક્ટ દેખાવ કેવી રીતે જાળવવો તે માટેની કેટલીક ટીપ્સ અને ઉપાયો દર્શાવ્યા છે.

- મેક-અપ આછો રાખો
તમારો દેખાવ તમે શું અનુભવ કરો છો તે  અને તમારૂ વ્યક્તિત્વ દેખાડે છે. હંમેશાં એવો મેક-અપ પસંદ કરો કે જે તમારા વ્યક્તિત્વને પૂરક બની રહેતો હોય. યોગ્ય સમતુલા જાળવવી તે ખૂબ જ મહત્વનુ છે. કામના સ્થળે સમતોલ રંગ પસંદગી આવશ્યક છે. અત્યંત મહત્વની બાબત એ છે કે હંમેશા વોટર પ્રુફ મસ્કરા અથવા કાજલ પસંદ કરો કે જેથી તે ફેલાય નહીં અને જો કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન હોય તો તમારી બેગમાં આછા પ્રકાશવાળો ટોન રાખો.


- ત્વચાની સંભાળ
અમારી સમજ છે કે કામકાજી માતાઓને સમયની મોટી સમસ્યા હોય છે. આથી અમે તેમને ઉપયોગમાં આસાન રહે તેવી ત્વચાની કાળજીનો કાર્યક્રમ સૂચવીએ છીએ. તમારી ત્વચાનો પ્રકાર કેવો છે તે જાણવા માટે નિષ્ણાતનું માર્ગદર્શન મેળવવું જોઈએ. આ ઉપરાંત પ્રોડક્ટસ પસંદ કરવામાં પણ કાળજી રાખવી જોઈએ, કારણકે ગ્રાહકો માટે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે. રસાયણોનો ઉપયોગ થયો હોય તેવી પ્રોડક્ટના બદલે કુદરતી/ઓર્ગેનિક/ ઘરે બનાવેલી પ્રોડક્ટસનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ત્વચા અંદરથી ચમકી ઉઠે છે અને વધુ કાયમી ઉપાય પ્રાપ્ત થાય છે.

- સ્વચ્છતા
વ્યક્તિગત ગ્રૂમીંગ માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વની છે. હાથ અને પગના વધેલા લાંબા નખ, અધકચરી નેઈલ પોલિશ, એક બીજા સાથે બંધ ના બેસે તેવી હેર એસેસરીઝ વગેરે તમારા એકંદર દેખાવને વિપરીત અસર કરે છે. જો વ્યક્તિગત નિષ્ઠા અને વ્યવસાયિક જવાબદારીઓના કારણે કામકાજી માતાઓએ નિયમિતપણે સલૂનમાં જવાનું શક્ય ના બને ત્યારે તેમની સાથે બ્રશ, ટ્વીઝર, નેઈલ કટર વગેરે સાથે રાખવું જોઈએ.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.