આપણી સ્કીનની કાળજી રોજ લેવી જરૂરી છે. બદલાતી સીઝન પ્રમાણે આપણી સ્કીનને હેલ્ધી અને ગ્લોઈંગ રાખવા માટે આપણે આપણા ડેઈલી રૂટીનમાં તેની કાળજી આવરી લેવી જોઇએ. તે માટે હંમેશા બ્યૂટીપાર્લરમાં જવું જરૂરી નથી. આપણે આપણા કિચનની જ રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણી સ્કીનને હેલ્ધી બનાવી શકીએ છીએ, જેમ કે, લીંબુ. લીંબુ એક સાઈટ્રીક ફ્રૂટ છે, જે વીટામીન-C, કેલ્શિયમ, મેગ્નેશ્યમ અને પોટેશ્યમથી ભરપૂર છે, જે આપણી સ્કીન, વાળ અને નખની કંડીશનને ઈમ્પ્રુવ કરે છે.
આવો જાણીએ લીંબુ કેવી રીતે સ્કીન માટે છે લાભદાયી
- રોજ સવારે કાચા દૂધમાં લીંબુ નીચોવી ચહેરા પર લગાવવું. સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખવો. આનાથી સ્કીન કલીન અને સોફટ થશે.
- લીંબુમાં ખાંડ અને ચોખાનો લોટ ભેળવી ચહેરા પર 5-7 મિનીટ મસાજ કરવો. પછી 15 મિનીટ રહેવા દેવું. ત્યારબાદ હૂંકાળા પાણીથી ચહેરો ધોઈ નાખવો. આ ઉપાયથી ચહેરા પરના કાળા ડાઘા ધીરે ધીરે જતા રહેશે.
- ખીલવાળી સ્કીન પર લીંબુના રસમાં ગુલાબ જળ મીક્સ કરી અફેકટેડ એરીયા પર લીંબુની છાલની મદદથી પાંચ મિનીટ હળવા હાથે ઘસવું. દિવસમાં બે વાર આ રીતે કરવાથી ખીલ પણ ઓછા થશે અને ડાઘા પણ જશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.