નવી દિલ્હી: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક’નો ખાસ નારો ‘હાઉઝ ધ જોશ’ હવે દેશનો નારો બની રહ્યો છે. રવિવારે આ નારો ન્યૂઝીલેન્ડમાં પણ સંભળાયો. ટીમ ઈન્ડિયાએ અહીં કીવી ટીમને 5 મેચોની સીરિઝમાં 4-1થી હરાવી. મેચ પછી જ્યારે ટીમ ઈન્ડિયા ટ્રૉફી સાથે પોતાની જીતનું સેલિબ્રેશન કરી રહી હતી ત્યારે ટીમના ખેલાડીઓએ ટીમના સપોર્ટ સ્ટાફ સાથે ‘હાઉઝ ધ જોશ’ સ્ટાઈલમાં પોતાની જીતની ઉજવણી કરી. ટીમ ઈન્ડિયાએ વેલિંગ્ટનમાં રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં 35 રનથી જીત મેળવી. આ ટીમ ઈન્ડિયાની વન-ડે સીરિઝમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.
જેવી ટીમ ઈન્ડિયા ટ્રૉફી સાથે ફોટો સેશન કરાવે છે ત્યારે ભારતીય બેટ્સમેન કેદાર જાધવ ‘હાઉઝ ધ જોશ, હાઉઝ ધ જોશ’નો નારો લગાવે છે. જાધવના જવાબમાં ટીમના સાથી ખેલાડીઓ પણ ‘હાઈ સર, હાઈ સર’નો પોકાર કરે છે. ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક’નો આ નારો ફિલ્મની આગળ ઓળખ બની ગયો છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.