અગિયારમાં પગપાળા યાત્રા સંઘ માં બ્રહ્મક્ષત્રિયપરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા.
ડીસા :
શ્રી ડીસા બ્રહ્મક્ષત્રિય પગપાળા યાત્રા સંઘ સમિતિ આયોજિત અગિયારમો પગપાળા યાત્રા બુધવારે સવારે રંગેચંગે નીકળ્યો હતો. જે ધનકવાડા (હિંગળાજ ધામ) ખાતે પહોંચ્યો હતો. જ્યાં માતાજીને આરતી, શણગાર તથા પ્રસાદ ધરાવીને માતાના મંદિરના શિખરે ધજા ચઢાવવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે ડીસા, પાલનપુર, અમદાવાદ, સુરત, મુંબઈ, ભીલડી, ભાભર, થરાદ, વાવ, દિયોદર અને આજુબાજુમાં વસતા બ્રહ્મક્ષત્રિય પરિવારજનો એ ઉપસ્થિત રહીને આશીર્વાદ મેળવ્યા હતા.
ડીસાના જલારામ મંદિર ખાતે બ્રહ્મક્ષત્રિય પરિવારોએ માતાજીના શણગારેલા રથમાં માતાજીની છબી બિરાજમાન કરી હતી. અને માતાજી ના ગુણલા ગાયા હતા. ત્યારબાદ બેન્ડની સુરાવલી સાથે નાચતા-કૂદતા માતાજીના જયઘોષ સાથે માતાજીની આરાધના કરતા ધનકવાડા (હિંગળાજ ધામ) ખાતે પહોંચવા પ્રસ્થાન કરાયું હતું.
સંઘ પ્રસ્થાનના દાતા શ્રીમતી હંસાબેન હસમુખલાલ જેંતીલાલ, મુંબઈ. મહાકાળી મંદિર, ડીસા ચા -નાસ્તા ના મનોરથી શ્રીમતી દેવિકાબેન દીપકકુમાર મુકુંદલાલ ભુછડા, અમદાવાદ. વાઘપુરા ના જમણના દાતા શ્રીમતી હંસાબેન હસમુખલાલ જેંતીલાલ ધડા, મુંબઈ. ભીલડી ચા-નાસ્તાના મનોરથી સ્વર્ગસ્થ પરાશરકુમાર હિંમતલાલ હસ્તે શ્રીમતી પ્રભાબેન હિંમતલાલ છુંછા, ડીસા. નેસડા હનુમાનજી મંદિરે ભોજનના મનોરથી ડુંગરજીભાઈ હંજારીમલ કિરી, ડીસા. ફોરણા મુકામે ચા- નાસ્તા ના દાતા રામચંદ્રજી ખુમાજી ભૂત, ડીસા. ધનકવાડા મંદિરે ભોજન પ્રસાદ ના મનોરથી લાલજીભાઈ ભુરાલાલ નિર્મળ ગેડીવાળા(હાલ ડીસા) વગેરે પરિવારો દ્વારા દાનની સરવાણી વહેવડાવી હતી.
સંઘ સમિતિના પ્રમુખ ચંદ્રેશ ગંગવાલ , ઉપ-પ્રમુખ પરશુરામ ડી. ભૂત, મંત્રી રાજેશ કુમાર જે. ભૂત, ઓડિટર તેજસ ગંગવાલ, તથા શૈલેષ કે. માધુ, વિરેન્દ્ર આઈ. મામતોરા, અતુલ આર. છુંછા તથા અનેક કાર્યકરો ભાઈ-બહેનોએ પગપાળા ચાલતા લગભગ અઢીસો જેટલા યાત્રાળુઓની સગવડ સાચવીને તેમનો જુસ્સો ટકાવી રાખ્યો હતો. જ્યારે મંદિર ખાતે પણ 500થી વધુ ભાવિકો દર્શનાર્થે પધાર્યા હતા અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ધનકવાડા મંદિર ખાતે યોજાયેલ દાતાશ્રીઓ તથા કાર્યકરોના સત્કાર સમારંભમાં જ્ઞાતિજનોએ આભાર વ્યક્ત કરીને ધન્યવાદ આપ્યા હતા. નવા વર્ષે યાત્રા સંઘ માટેના દાતાઓની થયેલી જાહેરાતથી આયોજકોએ પ્રોત્સાહિત થઈને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આમ ડીસા થી નીકળેલો માતાજી નો સંઘ ધનકવાડા ખાતે સંપન્ન થયો હતો.
---પ્રેષક પંકજ સોનેજી, ડીસા.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.