પિરોજપુરા માં છુંછા દંપતીનું અમૃત જીવન પર્વ ઉજવાયુ

Sep 10 08:19 2022

વિષ્ણુ ભગવાનની પૂજા કરી આરતી બાદ સ્વહસ્તે સજજા દાન કર્યું
ગામની બહેન- દીકરીઓ સહિત સોળસો જેટલા સગા- સ્નેહીઓ, સબંધીઓએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
ડીસા : 
          અત્યંત સરળ જીવન જીવી રહેલા વડગામ તાલુકાના પિરોજપુરા ગામમાં રહેતા અને પ્રાથમિક શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ ભક્તિમય જીવન જીવતા શ્રી ખેમચંદદાસ અંબારામ છુંછા અને તેમના ધર્મ પત્ની શારદાબેન નું 'અમૃત  જીવન પર્વ ' ઉમંગભેર ઉજવવામાં આવ્યું હતું.
      વિક્રમ સંવત 2075 ના કારતક સુદ -આઠમને શુક્રવાર તારીખ આ 16 -11 -2018 ના રોજ છુંછા દંપતીના 'અમૃત જીવન પર્વ ' ને ગામમાં આનંદ અને ઉત્સાહ ભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યું હતું. ગોર મહારાજ શ્રી દિનેશભાઈ જોશીએ વિષ્ણુ ભગવાનની વિધિવત રીતે પૂજા- અર્ચના અને આરતી કરાવી હતી. ત્યારબાદ શ્રી ખેમચંદદાસ અને શ્રીમતિ શારદાબહેને સ્વહસ્તે પૂજન કરીને સજ્જા દાન અર્પણ કર્યું હતું.
      આ પ્રસંગે આ પરિવારના સગા -સ્નેહીઓ અને પડોશીઓ સહિત ગામની બહેન- દીકરીઓ સહિત 1600 થી વધુ લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. શ્રી ખેમચંદદાસ છુંછા (ખત્રી)એ પ્રાથમિક શિક્ષક તરીકેની લાંબી કારકિર્દી દરમિયાન  અનેક બાળકોના  જીવનનું ઘડતર કર્યું હતું અને ગામ લોકો નો ભરપૂર પ્રેમ ભાવ સંપાદન પ્રાપ્ત કર્યો હતો. જે તેમના 'અમૃત જીવન પર્વ 'ની ઉજવણી સમયે તાદશ્ય થયું હતું. આ પ્રસંગે ગામના મુસ્લિમ બિરાદરોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. 'અમૃત જીવન પર્વ'ની ઉજવણીની તૈયારી માટે શ્રી ખેમચંદદાસ છુંછાના સુપુત્ર હર્ષદભાઈ, જીતેન્દ્રકુમાર, શરદ કુમાર તથા ગામના ૫૦ થી વધુ સ્વયંસેવકોએ પરિશ્રમ કરીને પ્રસંગને રૂડી રીતે સંપન્ન કર્યો હતો. 
પ્રેષક  : પંકજ સોનેજી, ડીસા.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.