બનાસકાંઠા જિલ્લાનાં અંબાજી ખાતે પોષ સુદ પૂનમના દિવસે માં અંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે. આ દિવસને શાંકભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને લઈને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા કરાયેલી તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.
પોષ સુદ પૂનમના રોજ મા અંબાના પ્રાગટ્ય દિવસ ને લઈને માઇભક્તોમાં ઉમંગનો માહોલ છે. જગદજનનીના પ્રાગટ્ય દિવસ ને રંગે-ચંગે ઉજવવા માટે ભાવિકો અધીરા બન્યા છે. જેમાં સોમવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. ગબ્બર ગોખથી જ્યોત પ્રગટાવીને અંબાજી શક્તિદ્વાર આગળ પૂજા-અર્ચન અને આરતી બાદ શોભાયાત્રા નીકળશે જેમાં હાથી,ઘોડા બેન્ડવાજા,માતાજીનો રથ,અખંડ જ્યોત આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ પ્રસંગે મહાશક્તિ યજ્ઞનું આયોજન કરાય છે. જ્યારે ચાચરચોકમાં લીલી શાકભાજીનો અન્નકુટ પણ કરવામાં આવે છે. માતાજીના પ્રાગટ્ય દિવસે યાત્રાળુઓને બુંદીનો અને સુખડીનો પ્રસાદ વિતરણ કરાય છે. જેથી પોષી પૂનમને સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાલનપુરના શક્તિ નગર થી બે દિવસ પહેલા પદયાત્રા સંઘ પણ નીકળે છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.