ભારતીય રેસલર વિનેશ ફોગાટ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડસ માટે નોમિનેટ થનારી પ્રથમ ભારતીય ખેલાડી છે
મોનાકો (ફ્રાન્સ): ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટ ગુરૂવારે પ્રતિષ્ઠિત વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નામાંકન થનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. વિનેશને મહાન ગોલ્ફર ટાઇગર વુડ્સની સાથે વર્લ્ડ કમબેક ઓફ ધ યર કેટેગરીમાં નામાકંન કરવામાં આવી છે. 24 વર્ષીય વિનેશ આ એવોર્ડ માટે પસંદ થનારી એકમાત્ર ભારતીય એથલીટ છે. હરિયાણાની વિનેશને અર્જુન એવોર્ડ મલી ચુક્યો છે.
ભિવાનીની ફોગાટે 2018માં ધમાકેદાર વાપસી કરતા એશિયન ગેમ્સ અને 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 2016માં રિયો ઓલંમ્પિકના ક્વાર્ટર ફાઇનલ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. આ પહેલા 2004માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનની સાથે લોરિયસ સ્પોર્ટ્સ ફોર ગુડ એવોર્ડ શેર કર્યો હતો. બંન્ને ટીમોને બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ છતાં આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતના સ્પોર્ટ્સ એનજીઓ મૈજિક બસને પણ 2014માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગત વર્ષે રૂસમાં ફીફા વિશ્વકપનું ટાઇટલ જીતનાર ફ્રાન્સની ટીમને લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ ઇયર માટે નામાંકિત કરવામાં આવી છે. વિજેતાઓની જાહેરાત 18 ફેબ્રુઆરીએ અહીં યોજાનારા વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ સમારોહમાં કરવામાં આવશે. વિજેતાની પસંદગી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડમીના 66 સભ્યો કરશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.