નવા વર્ષમાં સદ્દભાવના ગ્રુપના યુવાનોનો સ્તુત્ય પ્રયાસ : વૃદ્ધાશ્રમના વડીલોને મા અંબાના દર્શન કરાવ્યા
નવા વર્ષમાં આપણી હિન્દુ સંસ્કૃતિમાં દેવસ્થાને દર્શને જવાની પરંપરા છે. નવા વર્ષની શરૂઆત ભગવાનના દર્શનથી કરતા હોઈએ છીએ. બેસતા વર્ષના દિવસે સૌ પરિવારજનો તેમના પરિવાર સાથે મંદિરે દર્શને જતા હોય છે.
જેને ઝાઝી દિવાળી જોઈ છે એવા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સંજોગો વસાત પરિવાર અને પોતાના સંતાનોથી વિખૂટા પડીને વૃદ્ધઆશ્રમમાં રહેવા માટે મજબૂર બનેલા હોય છે. આવા વડીલો પણ નવા વર્ષમાં દેવસ્થાનના દર્શનથી અળગા ના રહી જાય એ માટે થઈને શ્રી પાલનપુર હિન્દૂ સમાજ વડીલ વિશ્રાંતિ ભવનના ૬૫ વડીલો સાથે અંબાજી દર્શને જવાનું આયોજન ભાઈબીજના દિવસે સદભાવના ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પાલનપુર થી ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી અને. બધા જ વડિલોને જગદજની ના દર્શન માટે અંબાજી લઇ જઇ સારી રીતે માતાજીના દર્શન કરાવી બપોરે ભોજનની વ્યવસ્થા કરાવી હતી. એક દિવસના આ પ્રવાસનું સુંદર આયોજન કર્યું હતું. વૃદ્ધાશ્રમના વડીલોએ સદ્દભાવના ગ્રુપ ટ્રસ્ટ ના યુવાનોને અંતરથી ખુબ આશીર્વાદ આપ્યા હતા.
આ આયોજનમાં સદ્દભાવના ગ્રુપના હરેશ ચૌધરી,હિતેન્દ્ર ચૌધરી, વૃદ્ધાશ્રમના ડો. ઉમાકાંન્ત પંડ્યા, જગદીશ કોરાટ, કૌશિક ગોસ્વામી,વિક્રમ રાણા,સર્વેશ માળી,આનંદ વાણીયા ,પ્રવીણ પટેલ હાજર રહ્યા હતાં
(આજકા તહલકા નેટવર્ક)
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.