સ્વસ્થ વાળ માટે ઈન્ટરનેટ પર અનેક સૂચનો ઉપલબ્ધ છે પરંતુ તમારે આમાંથી જે તમારા માટે શ્રેષ્ઠ છે તે શોધવાના રહે છે. અહીં શ્રેષ્ઠ 5 હૅર કૅર ટિપ્સ આપી છે જે અનેક લોકો માટે સફળ સાબિત થઈ છે.
1.તમારા વાળમાં તેલ નાખો
તમારા વાળની રોજિંદી સંભાળમાં તેલનો ઉપયોગ કરો આ માટે અપનાવો ડવ એલિક્સિર નરીશ્ડ શાઈન હૅર ઑઈલ. આમાં છે હિબિસ્કસ અને અર્ગન ઑઈલ જે માથાની ત્વચાને પોષણ આપે છે અને સ્વસ્થ વાળનો વિકાસ કરે છે. તમે આનો ઉપયોગ પ્રી-વૉશ ટ્રીટમેન્ટ તરીકે અથવા પોસ્ટ-વૉશ સીરમ તરીકે કરીને સમાન પરિણામ એટલે કે સ્વસ્થ, દમકતા વાળ મેળવી શકો છો.
2.હૂંફાળા પાણીનો ઉપયોગ કરો
ન્હાયા પછી તમારા વાળ કેવા રહે છે એ માટે ન્હાતી વખતે પાણીનું યોગ્ય તાપમાન પસંદ કરવું ખૂબ જ મહત્વનું બની રહે છે. અમે ન્હાતી વખતે ગરમ પાણીનો ઉપયોગ ટાળવાની ભલામણ કરી હતી કારણ કે તેનાથી માથાની ત્વચા વધારે શુષ્ક થઈ શકે છે. આની બદલે, હૂંફાળું પાણી અથવા ઠંડા પાણીનો ફુવારો માથાની ત્વચાને નુકસાન થયા વગર વાળને ધોવા માટે આદર્શ છે.
3.તમારા વાળ યોગ્ય રીતે કોરા કરો
માત્ર વાળ ધોવાની પ્રક્રિયા જ મહત્વની નથી પરંતુ તમારા વાળ તમે કેવી રીતે કોરા કરો છો એ પણ મહત્વનું છે. શક્ય હોય ત્યારે બ્લૉ ડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળો અને પોચા રેષા ધરાવતા ટૉવેલનો ઉપયોગ કરો. જો તમને આ ન મળે તો પણ તમે જૂના સુતરાઉ ટીશર્ટનો ઉપયોગ કરી, તમારા વાળ માંથી વધારાનું પાણી શોષી લઈ, તેને લૂંછીને કોરા કરી શકો છો. શરૂઆત તમારા વાળના મૂળ માંથી કરી ધીમે ધીમે વાળના છેડા સુધી ઉપર તરફ લૂંછો.
4.યોગ્ય શૅમ્પૂ વાપરો
અલગ અલગ પ્રકારના વાળ માટે અલગ અલગ શૅમ્પૂ જરૂરી બને છે એટલે તમારા માટે યોગ્ય હોય તે પસંદ કરો. ડ્રાઈ હૅર માટે ડવ ડ્રાઈનેસ કૅર શૅમ્પૂ તેના પ્રો-મૉઈશ્ર્ચર કૉમ્પ્લેક્સ સાથે સહુનું પ્રિય છે. સ્વસ્થ વાળ માટે સનસિલ્ક લોંગ ઍન્ડ હેલ્દી ગ્રોથ શૅમ્પૂ વાપરો જેમાં છે બાયોટિન. જો તમારા વાળ વાંકળિયા હોય તો ટ્રેસ્મે ક્લાયમેટ કન્ટ્રૉલ શૅમ્પૂ વાપરો જેમાં કેરાટિન અને ઑલિવ ઑઈલ છે.
5.તમારા વાળને કંડિશન કરો
કંડિશનર તમે જાણતા હો તેનાથી વધુ મહત્વનું છે. શૅમ્પૂ તમારા વાળને સાફ કરે છે ત્યારે કંડિશનર વાળને કોમળ બનાવે છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.