(સૌજન્ય iamgujarat)
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30મેથી ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે. ક્રિકેટના આ મોટા ટાઈટલને જીતવા માટે 10 ટીમો એકબીજા સાથે ટકરાશે. આ વર્લ્ડકપ ફોર્મેટમાં ફેરફાર થયો છે અને આ વખતે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં ટીમો ટાઈટલ જીતવા માટે પ્રયાસ કરશે. વર્લ્ડકપની આ સિઝનમાં કુલ 10 ટીમો દરેક ટીમ સામે મેચ રમશે. ઉપરાંત સાત નવા નિયમો પણ લાગૂ કરવામાં આવ્યા છે. આ નિયમો આમ તો 2015ના વર્લ્ડકપ બાદથી આઈસીસીની મેચોમાં લાગૂ કરાયા છે, પરંતુ પહેલી વખત તેનો વર્લ્ડકપની મેચોમાં અમલ થવા જઈ રહ્યો છે. આ વર્લ્ડકપમાં કયા ક્રિકેટ લાગૂ થવાના છે તે જાણો…
1
પહેલા કોઈ બોલર નૉ બોલ ફેંકવા પર જો બાઈ અથવા લેગબાયથી રન બનતા તો તેને નૉ બોલમાં જોડી લેવામાં આવતા. પરંતુ હવે એવું નહીં થાય. નૉ બોલ અને બાય-લેગબાયના રન અલગથી ગણવામાં આવશે.
2
પહેલા રન આઉટ અથવા સ્ટમ્પિંગના મામલામાં બેટ ઓન ધ લાઈન હોવા પર ખેલાડીને નોટ આઉટ આપવામાં આવતો, પરંતુ આ નિયમ બદલાઈ ચૂક્યો છે. જો હવે બેટ લાઈન પર હશે તો પણ આઉટ આપવામાં આવશે. પરંતુ જો બેટ્સમેનનો પગ કે બેટ લાઈનની અંદર હવામાં હશે તો બેટ્સમેનને આઉટ નહીં આપવામાં આવે.
3
નવા નિયમ અનુસાર બોલ બે વખત બાઉન્સ થયો તો નૉ બોલ આપવામાં આવશે. જો બોલર બોલિંગ કરે અને બોલ બે ટપ્પા સાથે બેટ્સમેન પાસે પહોંચે છે તો આ બોલ નૉ બોલ માનવામાં આવશે. એવામાં બેટ્સમેનને ફ્રી હિટ પણ મળશે
4
કોઈ ખેલાડી ખરાબ વ્યવહાર કરે છે તો અમ્પાયર તેને મેદાનની બહાર મોકલી શકે છે. આઈસીસી કોડ ઓફ કન્ડક્ટના લેવલ 4ની કલમ 1.3 હેઠળ અમ્પાયરને આ અધિકાર મળેલો છે. જો અમ્પાયરને લાગ્યું કે કોઈ ખેલાડી યોગ્ય વ્યવહાર નથી કરી રહ્યો તો આ નિયમ હેઠળ તેને દોષી માનીને તરત જ બહાર મોકલી શકે છે.
5
અમ્પાયર્સ કોલ પર હવે રિવ્યૂ સિસ્ટમ બેકાર નહીં જાય. કોઈ બેટ્સમેન અથવા ફીલ્ડિંગ ટીમ ડિઆરએસનો નિર્ણય લે છે તો અમ્પાયર્સ કોલના કારણે તેમનો નિર્ણય માન્ય રહે છે પરંતુ આ સ્થિતિમાં ટીમનો રિવ્યૂ બેકાર નહીં જાય.
6
રમતમાં સંતૂલન બનાવી રાખવા માટે બેટની પહોળાઈ અને લંબાઈ નક્કી કરાઈ છે. હવે બેટના આકારનું બધાયે પાલન કરવું પડશે. બેટની પહોળાઈ 108 મીમી, મોટાઈ 67 મીમી અને ધાર 40 મીમીથી વધારે ન હોવી જોઈએ. તેમ છતાં અમ્પાયરને શંકા જાય છે તો તે બેટ ગેજથી બેટની પહોળાઈ માપી શકે છે.
7
કોઈ બેટ્સમેનનો શોટ જો ફિલ્ડરના હેલ્મેટને વાગીને ઉછળે અને કોઈ ફિલ્ડર તેને કેચ કરી લે તો બેટ્સમેનને આઉટ આપવામાં આવશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.