IPL 2019: ચેન્નઈને હરાવી મુંબઈનો રેકોર્ડ, ચોથી વખત બન્યું ચેમ્પિયન

Sep 10 08:20 2022

       મુંબઈ ઈન્ડિયન ઈન્ડિયન પ્રીમિયરની 12મી સિઝનમાં ચેમ્પિયન બની ગયું છે. રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ પર રમાયેલા ફાઇનલમાં તેણે ચેન્નઈ સુપરકિંગ્સને 1 રનથી હરાવ્યું છે. તેણે છેલ્લા સાત વર્ષમાં આ ચોથું ટાઇટલ જીત્યું છે. આ પહેલા તે 2013. 2015 અને 2017માં ચેમ્પિયન બની ચુક્યા છે. આ સાથે મુંબઈ આઈપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે. ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરનાર જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 148 રન બનાવી શકી હતી.
જસપ્રીત બુમરાહ અને રાહુલ ચહરે કંજુશ બોલિંગ કર્યા બાદ લસિથ મલિંગાએ અંતિમ ઓવરના કમાલથી મુંબઈ ઈન્ડિયન્સે ચડાવ-ઉતાર ભરેલા રોમાંચક ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવીનેચ ચોથી વખત આઈપીએલ ચેમ્પિયન બનાવવાનું ગૌરવ હાસિલ કર્યું હતું. 
ત્યારબાદ ડ્વેન બ્રાવો 15 બોલમાં 15 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. અંતિમ ઓવરમાં ચેન્નઈને 9 રનની જરૂર હતી. આ ઓવરમાં શેન વોટસન (80) રન બનાવી રનઆઉટ થયો હતો. તેણે 59 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. અંતિમ બોલ પર મલિંગાએ શાર્દુલ ઠાકુરને LBW આઉટ કરીને મુંબઈને વિજય અપાવ્યો હતો. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.